home share

કીર્તન મુક્તાવલી

(૧) શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે

રસિકદાસ

અસલ હોય તે બોલો

તા. ૧૯૭૬/૫/૬નો દિવસ રાજકોટના રોકાણનો અંતિમ દિવસ હોવાથી પ્રાતઃપૂજામાં ભક્તોની ભીડ ઘણી થયેલી. સૌની આંખો ભમરો બનીને ગુરુના મુખકમળની આસપાસ મંડરાઈ રહેલી. પૂજાની સમાંતરે ચાલતી કીર્તન-ભક્તિ મધુકરના આ રસપાનને વધુ મધુર બનાવતી હતી. તેમાંય ‘શાસ્ત્રીજી મહારાજનો સંગ, ભાઈ મને ભાગ્યે મળ્યો છે...’ કીર્તન ઊપડ્યું ત્યારે તો વાતાવરણ રસમયતાની પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કીર્તનની એક પછી એક ગવાતી કડીઓમાં છેલ્લે ગવાયું: ‘યજ્ઞપુરુષનાં દર્શન કરતાં, ચડે છે ચોગણો રંગ...’

સૌએ આ પંક્તિઓ ઝીલી ત્યાં તો ગાયકે શબ્દફેર સાથે એ કડી દોહરાવી કે: ‘નારાયણસ્વરૂપનાં દર્શન કરતાં...’ હજી તો આ પંક્તિ સૌ ઝીલે તે પહેલાં સ્વામીશ્રીએ ગાયકને કહ્યું, “અસલ હોય તે બોલો.”

પોતાના ગુણોને પણ ગુરુનું ઘરેણું માનતા સ્વામીશ્રી ગુરુના ગુણોની માળા તો પોતાના કંઠમાં કેવી રીતે પહેરી શકે! સદા અસલ રીત પ્રમાણે ચાલનારા તેઓએ અસલ ગીત જ ગવડાવ્યું.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૯૬]

(1) Shāstri Mahārājno sang bhāī mane bhāgye maḷyo chhe

Rasikdas

Say the Original Words

June 5, 1976. On the last day in Rajkot, during Pramukh Swami Maharaj’s morning puja, a large crowd gathered for darshan. Everyone’s eyes were focused on their guru. When ‘Shāstriji Mahārājno sang, bhāi mane bhāgye malyo chhe...’ was being sung, the environment became joyful. At the end of the kirtan, the last line ‘Yagnapurushnā darshan karatā, chade chhe chogano rang...’ was sung.

Everyone echoed the line. The singer than sang the line over with a difference: ‘Nārāyanswarupnā darshan karatā...’ The singer had not even finished singing the line when Swamishri said to the singer, “Sing with the original words.”

Swamishri never liked changing words of kirtans, even if they were in praise of him. He preferred to sing the glory and virtues of his gurus instead.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/196]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase